ધર્મસ્થાન વિભાગ -  વડવાળા ધામ - દુધરેજ

 

આશ્રમ પરિચય

વડવાળાધામ દર્શન

ગુરુવર્ય અને મહંતશ્રીઓ

સંત સમાધિ દર્શન
 
 
 
 
 
 
 
 
 
 

 
 
સંત સમાધિ દર્શન
 

          દુધરેજ મંદિરમાં તેના આધ્યસ્થાપક આચાર્ય ષટ્પ્રજ્ઞસ્વામીજીની સમાધિ ઉપરાંત બીજી ૨૨ સમાધિઓ છે. ષટ્પ્રજ્ઞસ્વામીજીની સમાધિની જમણી તરફ સમાધિની ત્રણ લાઈનો છે. તેમાં પ્રથમ ત્રણ સમાધિઓ છે. તેમાથી વચલી સમાધિ ઘુમટાવાળી  ગંગારામજી મહારાજની છે. તેઓ વિ.સં. ૧૯૪૮ મા સમાધિસ્થ થયા છે.

           આ સમાધિથી ઉત્તરે આવેલી સમાધિ ગંગારામજી મહારાજના સમયના કોઠારી શ્રી વિષ્ણુદાસજીની છે. તેઓ  વિ.સં.૧૯૪૮માં સમાધિસ્થ થયા.   

             ગંગારામ મહારાજની સમાધિથી દક્ષિણ તરફ ગોવિંદરામ મહારાજની સમાધિ છે. તેઓ વિ.સં. ૧૯૫૪ મા સમાધિસ્થ થયા.

            આ બન્ને સમાધિની વચ્ચે રહેલી જગ્યામાં મેઘાસ્વામીના ચરણ પધરાવેલ છે.

   આ ત્રણ સમાધિ પછવાડે એટલે કે તેના પાછળના ભાગમાં સાત સમાધિઓ છે. તેમાં દક્ષિણ તરફથી ગણતા પહેલી સમાધિ મહાત્મા પં.તુલસીદાસજીની છે. બીજી ફૂલ-સમાધિ મહંત શ્રી ગોકળદાસજી મહારાજની છે. તેઓ શ્રી ૧૯૧૧ માં નિર્વાણ પામ્યા છે. તેઓ શ્રી ની મૂળ સમાધિ બાકરથલી ગામની સીમમાં પણ છે. ત્રીજી સમાધિ ક્રુષ્ણદાસજી મહારાજની છે. તેઓ સં.૧૮૯૫ માં નિર્વાણ પામ્યા છે. ચોથી સમાધિ સં.૧૮૫૫માં નિર્વાણ પામનાર શ્રીમાનદાસજી મહારાજની છે. પાંચમી સમાધિ સં.૧૮૦૯માં નિર્વાણ પામેલ ભાવદાસજી મહારાજની છે. છઠ્ઠી સમાધિ કેવળદાસજી મહારાજની છે. તેઓ સં.૧૯૧૮માં નિર્વાણ પામ્યા છે. સાતમી સમાધિ રત્નદાસજી મહારાજની છે. તેઓ સં.૧૮૩૦ માં નિર્વાણ પામ્યા છે.

           આ સાત સમાધિઓના પાછળના ભાગમાં ત્રીજી લાઈન ૧૧ સમાધિઓની છે. તેમાં દક્ષિણ તરફથી ગણતાં પહેલી સમાધિ ગંગાસ્વરૂપ લાધીમાતાજીની છે. તેમના પછી બીજી સમાધિ રામરતનદાસજી  મહારાજની છે. જયારે ત્રીજી સમાધિ ભંડારી રામદાસજી મહારાજની છે. ચોથી સમાધિ ધર્મદાસજી મહારાજની છે. તેઓ શ્રી એ યોગ વડે જીવતા સમાધિ લીધી છે. પાંચમી સમાધિ લબ્ધરામજી મહારાજની છે. તેઓ શ્રી સં.૧૮૧૫ માં સમાધિસ્થ થયા છે. છઠી સમાધિ જમનાદાસજી મહારાજની છે. તેઓ શ્રી સં.૧૯૩૩ માં સમાધિસ્થ થયા છે. સાતમી ચરણપાદુકા ષટ્રપ્રજ્ઞસ્વામીજીના ગુરુભાઈ અમરદાસજી મહારાજની છે. તેઓ શ્રીની સમાધિ જૂનાગઢ જિલ્લાના મેસવાણ ગામે પણ છે.

      તેમના પછી આઠમી સમાધિ ષટ્રપ્રજ્ઞસ્વામીજીની છે. તેઓ શ્રી સં.૧૭૮૬ મા જીવતા સમાધિસ્થ થયા છે. નવમી સમાધિ ગંગાસ્વરૂપ યશોદાબાઈની છે. તેઓ પણ સં.૧૭૮૬ માં જીવતા સમાધિસ્થ થયા છે. દશમી સમાધિ  ગંગાસ્વરૂપ હીરાબાઈ ની છે. તેમને પણ સં.૧૭૮૬ મા જીવતા સમાધિ લીધી છે. ત્યાર પછી અગીયારમી સમાધિ કોઠારી શ્રી માધવદાસજી મહારાજની છે. તેઓ સં.૧૯૫૭ માં સમાધિસ્થ થયા છે. તેઓ ગોવિંદરામ મહારાજના સમયા મા કોઠારી હતા.

          શ્રી ષટ્રપ્રજ્ઞસ્વામીજીની સમાધિના પૃષ્ટ ભાગમાં જે સમાધિ છે. તે જાનકીદાસજી મહારાજની છે. તેઓ સં.૧૯૬૬ માં સમાધિસ્થ થયા.     

            પૂ. શ્રી ષટપ્રજ્ઞસ્વામીજી પાસે આવેલી હનુમાનજીની મૂર્તી શ્રી લબ્ધરામજી મહારાજે પધરાવેલી છે. એ હનુમાનજીના પૂર્વોત્તર કોણમાં બે સમાધિઓ છે. તેમા દક્ષિણ  તરફની ધૂમટીવાળી મોટી સમાધિ મહારાજશ્રી રઘુવરદાસજીની છે. તેઓ શ્રી સં.૧૯૮૦ ના શ્રાવણ વદ અષ્ટમીને શુક્ર્વારે સમાધિસ્થ થયા છે.

  આ સમાધિથી ઉત્તર તરફનીસમધિ સં.૧૯૮૨માં સમાધિસ્થ થયેલ વિષ્ણુદાસજી મહારાજના સમયમાં કોઠારી હતા. સમાધિની આગળહનુમાનજીની મોટી મૂર્તિ છે તે શ્રી ગોકુળદાસજી મહારાજની પધરાવેલી છે

         રઘુવરદાસજી મહારાજની સમાધિથી દક્ષિણ તરફ મહંત શ્રી જીવરામદાસજી મહારાજની સમાધિ આવેલી છે તેઓશ્રી સં.૧૯૯૭ માં સમાધિસ્થ થયેલ છે.

      મહંતશ્રી રઘુવરદાસગી ગુરુશ્રી ગંગારામજીની ફુલ સમધિની ઉત્તરે મહંતશ્રી ભગવનદાસજી ગુરુશ્રી ગંગારામજીની ફુલ સમાધિ છે. તેઓ શ્રી સૂરજદેવળ મંદિરના સ્થાપક હતા.

       મહંતશ્રી ભગવાનદાસજી મહારાજની સમાધિથી ઉત્તરે આચાર્ય શ્રી અભયરામજી મહારાજની સમાધિ આવેલી છે. તેઓશ્રી સં.૨૦૨૪ માં સમાધિસ્થ થયા છે.

        મહંતશ્રી જીવરામદાસજી મહારાજની સમાધિથી દક્ષિણ તરફ મહંતશ્રી ગોમતીદાસજી મહારાજની સમાધિ છે. તેઓશ્રી સં.૨૦૧૮ માં સમાધિસ્થ થયા છે.

      મહંતશ્રી ગોમતીદાસજી મહારાજની સમાધિથી ઉત્તરે કોઠારી ચતુરદાસજીની સમાધિ છે.

 

               શ્રી ગુલાબદાસજી મહારાજની સમાધિ દૂધરેજ રામજી મંદિરમાં છે. તેઓ સં.૧૯૧૩ માં સમાધિસ્થ થયા છે.દૂધરેજ ઓધવદાસજી મહારાજની સમાધિ છે. તેઓ સં.૧૯૦૭માં સમાધિસ્થ થયા છે. સં.૧૯૨૭માં સમાધિસ્થ થયેલા શ્રી મેઘસ્વામીની સમાધિ પણ દૂધઇમાં છે. શ્રી યાદવસ્વામીની સમાધિ ઝીંઝુવાડા ઝિલ્કા સરસ્વતીના તટ ઉપર છે. શ્રી નીલકંઠ સ્વામી તથા રઘુનાથ સ્વામીજી એ બંને ઉત્તરકાશીમાં સમાધિસ્થ થયા છે.

 

ગુરુવર્ય શ્રી કલ્યાણદાસજી મહારાજ ની સમાધિ - દૂધરેજ
 
 

આશ્રમ પરિચય  !  વડવાળાધામ દર્શન  !  ગુરુવર્ય અને મહંતશ્રીઓ  !  સંત સમાધિ દર્શન  !  દુધરેજ