રબારી સમાજના વિવિધ વર્તમાન

 

 અમે આભારી છીએ

 

 "ગોપાલબંધુ"

 ગોવિંદભાઈ દેસાઈ

મહેસાણા
 

"રબારી મહિમા"

વીરાભાઈ કોડીયાતર

પોરબંદર

 

"ગોપાલ ગાથા"

અમરતભાઈ દેસાઈ

જંત્રાલ

 
 
માલધારી ટાઈમ્સ(pdf)
અંક-૧
અંક-
અંક-3
 
 
વિષેશ અહેવાલો
 
રબારી સમાજ ગીતા
ગુજરાત રબારી સમાજ બંધારણ પરીષદ
 
 
 
 
 
 
 
વિરેન્દ્રને માઈક્રોસોફટ કંપનીએ રૂ.4 કરોડ 45 લાખના વાષિઁક પેકેજની કરેલી અભૂતપૂવઁ ઓફર

         હરિયાણા રાજયના કુરૂક્ષેત્ર જીલ્લાના નિમવાલા ગામના વિરેન્દ્રસિંહ ભાડકાએ એન્ટી હેકિંગ સોફટવેર બનાવ્યું છે. સાધારણ પરિવારમાં જન્મેલા વિરેન્દ્રસિંહએ આઈઆઈટીના કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક, ના છેલ્લા વષઁમાં અભ્યાસ કરતાં કરતાં એન્ટી હેકીંગ સોફટવેર બનાવી દેશ વિદેશની તમામ નામાંકિત આઈટી કંપનીઓનું ધ્યાન તેમના તરફ ખેંચવા સૌને ફરજ પાડી છે. વિરેન્દ્રએ આખા વિશ્વના કોમ્પ્યુટરો સાથે જોડાયેલ હેકીંગની સમસ્યાના નિવારણ માટે સોફટવેરનું નિમાઁણ કરીને દિલ્હી આઈઆઈટીને ગૌરવ અપાવ્યું છે અને આખા વિશ્વ સમક્ષ ભારતીય બુધ્ધિમત્તાનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડયું છે. સોફટવેર કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પીટર કેલિને તેમની કંપનીમાં જો વિરેન્દ્ર જોડાયતો તેને પગાર તરીકે વાષિઁક રૂં.4 કરોડ 45 લાખની ઓફર કરેલી છે અને આ ઓફર શ્રી વિરેન્દ્રસિંહ 4 ડીસેમ્બર 2014 સુધીમાં સ્વીકારી શકે તેવી દરખાસ્ત પણ મૂકી છે. આ સિવાય તેને અનેક પ્રકારની સગવડો આપવાનું પણ સૂચવ્યું છે. આ વિરેન્દ્રસિંહ ભાડકાનો ટુંકો પરિચય...
            તેના પિતાનું નામ જ્ઞાનચંદ ભાડકા છે. તેઓ કુલ 5 ભાઈ છે. થોડી જમીન અને ટ્રેકટરો ભાડે ફેરવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. જયારે તેનાં માતુશ્રીનું નામ છીન્દરકૌર છે. વિરેન્દ્ર નાનપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો. ધો8 માં તે તેના જીલ્લામાં પ્રથમ અને હરિયાણામાં છઠ્ઠા નંબરે પાસ થયો હતો. જયારે હાઈસ્કુલની અંતિમ પરીક્ષામાં 98 ટકા ગુણ મેળવીને રાજયમાં ચોથા નંબરે પાસ થયો હતો. ત્યારબાદ તે આઈઆઈટીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોટામાં ટ્રેનિંગ કલાસીસ ભરવા ગયો અને તેણે સફળતાપૂવઁક આઈઆઈટી દિલ્હીમાં પ્રવેશ પ્રાપ્ત કયોઁ છે અને હાલ તે બીટેકના છેલ્લા વષઁમાં અભ્યાસ કરે છે.
          શ્રી વિરેન્દ્રસિંહ ભાડકા સમસ્ત રબારી - રાયકા સમાજના યુવકો માટે પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂં પાડનાર ઉમદા ઉદાહરણ છે.

 

ગીર જંગલની રબારી કન્યાઓ "ગરવી ગીરના રતન" તરીકે સન્માનિત

         જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગીયાએ તુલશીશ્યામ પાસેના મીઢાનેસની રબારી કન્યા સંતોક અને તેની નાની બેન માયાનું એકલપંડે અનેક વાર સિંહોને ભગાડી ગૌરક્ષા કરવા માટે સન્માન કયુઁ હતું. આ બંને બહેનોએ પાંચ વષઁમાં 50 થી વધુ વખત પોતાની ગાયો માલઢોરનો શિકાર કરવા આવેલા સિંહોને એકલપંડે પાછા કાઢ્યા છે. જેમાં 10 વાર સિંહને શિકાર પડતો મુકાવી ભગાડ્યા છે અને ત્રણ વખત ગાય ઉપર તરાપ મારવા તત્પર સિંહના વિકરાળ મોઢા પર લાકડી ફટકારીને તગડી મુક્યાના પણ બનાવો છે.
        આ તેજસ્વી બાળાઓનું સન્માન કરતાં જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે ગીરજંગલની આ રબારી કન્યાઓ ચિ.સંતોક અને ચિ.માયા નારીતત્વના તેજ અને અભયની પૂણઁતાનું છે. ચિ.સંતોક અને ચિ.માયાને ગરવી ગીરના રતન તરીકે સન્માનિત કરી તેમને જળ ક્રાંતિ ટ્રસ્ટ તરફથી ગીર નંદી અને કાંસાનાં વાસણનો સેટ તથા રાજપુત સમાજના પ્રમુખ પી.ટી.જાડાજા અને નવા સુરજદેવળના ભુપતભાઈ વાળાએ તલવાર અને રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ કોઠારીયાના શ્રી વજા ભગત તથા દુધઈ વડવાળા મંદિરના મહંત રામબાપુ અને ગૌભકત ભરતભાઈ તરફથી બંને કન્યાઓને છ ગીર ગાયનું દાન આપ્યું હતું.
        જાણીતા ગાંધીવિદ વેલજીભાઈ દેશાઈ અને જાણીતા ઈતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે ચિ.સંતોક અને ચિ.માયાના અદ્રિતિય શૌયઁને આયઁનારીની પરમ ઊંચાઈ તરીકે બિરદાવી જળક્રાંતિ ટ્રસ્ટના ચેકડેમ અભિયાન, ગીર ગાય, દેશી આંબા અને ભારતીય સંસ્કાર વારસાના કાયઁને આ યુગના અવતાર ક્રુત્ય અને સોનેરી ઈતિહાસ તરીકે બિરદાવ્યા હતા.

 

ભાંડવપુર(રાજ)માં જૈન મહાતીથઁમાં ભવ્ય ધામિઁક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

         રાજસ્થાનમાં જાલોર જીલ્લામાં જૈનોની તથા સવેઁ જનજનની શ્રઘ્ઘાના કેન્દ્ર સમા અતિ પ્રાચિનશ્રી ભાંડવપુર જૈન મહાતીથઁમાં દર વષઁની જેમ ચૈત્રી પૂનમનો ભવ્ય ધામિઁક મહોત્સવ તા.15/04/14ના રોજ ધામધૂમથી ઉજવાયો હતો.
       જેમાં પરમ પૂજય શાંતિવિજયજી મહારાજ (પૂવાઁશ્રમે રબારી) ની દિવ્યક્રુપા તથા ભાંડવપુર તીથઁ પ્રેરક મુનિ રાજ પ્રવચનકાર શ્રી જયરત્ન વિજયજી મહારાજ (પૂવાઁશ્રમે રબારી) ની પવિત્ર નિશ્રાનો સકળ ભકતવુંદને લાભ મળ્યો હતો.

 

        સમગ્ર ગુજરાત રબારી સમાજના કલાકારો - લેખકો - તંત્રીઓ - સંપાદકોનો વડોદરામાં સન્માન સમારંભ

       સમગ્ર ગુજરાતમાં વસતા રબારી સમાજના સવેઁ નામાંકિત કલાકારો, સવેઁ લેખકો, કવિઓ, તંત્રીઓ, સંપાદકો, પત્રકારોનો એક સન્માન સમારંભ આગામી માચઁ - 2013 માં કલાનગરી વડોદરામાં ડો.અજુઁન રબારી દ્વારા યોજાનાર છે.
       આ સમારંભમાં કલમને ખોળે માથું મૂકનારા, જુદી જુદી કલાઓમાં પારંગત કલાકારો, પ્રતિભા સંપન્ન અગ્રણીઓ કે જેઓએ સમાજ માટે ખૂબ યોગદાન આપ્યું હોય તેવા મહાનુભાવોને વિનંતી કરવામાં આવે છે કે પોતાનું નામ, સરનામુ, સંમ્પૂણઁ બાયોડેટા શ્રી અજુઁનભાઈ રબારી મોબાઈલ નં-98250 57884 (વડોદરા) મોકલી આપવા શ્રી અજુઁનભાઈ રબારીએ એક યાદી પાઠવી છે.

 

ગાંધી આશ્રમ ઝીલીયાના સંચાલક શ્રી માલજીભાઈ નો અમ્રૂત મહોત્સવ ઉજવાયો

        અમૃત મહોત્સવ સમિતિ અને ગાંધી આશ્રમ ઝીલીયા પરિવાર તેમજ ગુજરાતના લોક આગેવાનો અને લોક સેવકોએ તા.10/02/13 ના રોજ ગાંધી આશ્રમ ઝીલીયાના સંચાલક, જાણીતા રચનાત્મક રાજપુરૂષ, લોક સેવક, પૂવઁ ધારાસભ્ય અને કેળવણીકાર શ્રી માલજીભાઈ દે.દેસાઈનો અમૃત મહોત્સવ ઉજવ્યો હતો.
       આ કાયઁક્રમના ભાગરૂપે માન.શ્રી માલજીભાઈના જીવન અને કાયઁને ઉજાગર કરતા અભિનંદન ગ્રંથ "રચનાત્મક રાજપુરૂષ" નું વિમોચન થયું હતું. તેમજ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

 

         સૌરાષ્ટ્રના રબારી સમાજના સંતો, સુરાઓ, સતિઓ, ભગતો વિષે પુસ્તક તૈયાર થઈ રહેલ છે, માહિતી મોકલવા વિનંતી.

       સૌરાષ્ટ્ર રબારી સમાજના પ્રથમ પી.એચ.ડી., જાણીતા લેખક નવલકથાકાર અને મેંદરડા કોલેજના પ્રિન્સીપાલ ડો.ખીમજીભાઈ કરમટા દ્વારા "સૌરાષ્ટ્રના રબારી સમાજના" સંતો, સુરાઓ, સતિઓ, ભગતોના જીવનકાયોઁ, પરચાઓ, ઉપાસના અને ખ્યાતિને ગ્રંથસ્થ્ય કરવા કરવા છેલ્લા એક હજાર વષઁ દરમ્યાન થઈ ગયેલા આવા સંતો, સુરાઓ, સતિઓ વિષે પુસ્તક તૈયાર કરવા હાલ કાયઁરત હોય સમગ્ર સૌરાષ્ટ્રમાં આવા સંતો, સુરીઓ, સતિઓ ભગતો થઈ ગયેલ હોય તેમની સમાધીઓ હોય, તેમના ફોટા અને તેમના કાયોઁ અને ઈતિહાસ તેમની શાખ (અટક) સહીતની માહિતી જે કોઈ રબારી, ભાઈઓ પાસે હોય તેઓએ ડો.ખીમજીભાઈ કરમટા, પ્રિન્સીપાલ આટઁસ એન્ડ કોમસઁ કોલેજ - મેંદરડા, જિ.જુનાગઢ ના સરનામે મોકલવા અને જરૂરત પડ્યે તેમના મો.-98248 04233 ઉપર સંપકઁ કરી આ કાયઁમાં મદદરૂપ થવા વિનંતી.

 

રબારી સમાજના કમઁચારી જોગ

        આગામી સમયમાં "બાળ સમાચાર" તથા "માલધારી ટાઈમ્સ" પરિવાર વતી સુરેન્દ્રનગર જીલ્લામાં સવિઁસ કરતા તમામ જીલ્લાનાં વતની અને અન્ય જીલ્લામાં સવિઁસ કરતા સરકારી - અધઁ સરકારી કમઁચારીઓની મલ્ટીપરપઝ ફોર કલરમાં ડિરેકટરી બનાવવાની હોય દરેક કમઁચારીએ પોતાનો બાયોડેટા, અટક, પુરૂ નામ, હાલનું સરનામુ, વતનનું સરનામુ, નોકરીનું સ્થળ, હોદ્દો, વિભાગ અને મોબાઈલ નંબર તાત્કાલિક ધોરણે આપવા વિનંતી.
મો-99247 12821, 94270 67401, 94263 62494

 

પાકિસ્તાનમાં રહેતો રબારી સમાજ

        પાકિસ્તાનમાં રબારી ભાઈઓ ધંધા રોજગાર માટે તેમજ શિક્ષણ માટે પૂરા સિંધ પ્રાંતમાં વસે છે પણ મિરપુર ખાસ જિલ્લો તેમજ બદિન જિલ્લામાં તેમનો ખાસ વસવાટ છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે પાકિસ્તાનમાં રબારી સમાજના કુલ 3000 ઘર (પરીવાર) છે. સિંધ પ્રાંતમાં યુવાનો ધીરે ધીરે શિક્ષણમાં ખૂબ આગળ વધી રહ્યા છે. સિંધ યુનિવસિઁટી - ટંડોજામ, મહેરાન યુનિવસિઁટી - ઝામશોરો, ઈશરા યુનિવસિઁટી - કરાંચીમાં જુદા જુદા વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા તેમને રબારી ભોપાના નામે ઓળખવામાં આવે છે. જાગૃત રબારી ભાઈઓ જુદાં જુદાં શહેરોમાં જુદા જુદા વ્યવસાયોમાં જોડાયા છે. કાપડની, દવાની, કરીયાણાની દુકાનો, જનરલ સ્ટોસઁ તેમજ મોબાઈલ વગેરેની પણ દુકાનો ધરાવે છે. શહેર સાથે સંકળાયાલાં દરેક કાયોઁમાં તેઓ જોડાયાલાં છે.
       ખેતીવાડી તેમજ પશુપાલનનું કામ પણ તેઓ કરે છે તેમાં ઉંટ, ઘેંટા, બકરાં વગેરે રાખે છે. સિંધમાં એક પણ રબારી પરિવાર એવો નથી કે જેમની પાસે પશુધન ન હોય, બધાજ રબારીભાઈ ઓ માલધારી છે.
       પાકિસ્તાનમાં હાલ કુલ 13 શાખના રબારી ભાઈઓ રહે છે. તેમાં ભાડકા, પછવાળા, આલ, ગરચર, ભીમ, મહેશ (માહી), ખાંભલ્યા, ખટાણા, નાંગેશ (નાંગોહ), મોટણ, ભાંગરા અને કરમટા શાખના રબારીઓ વસે છે.

-મહેશ રબારી - પાકિસ્તાન

 

અખિલ ભારતીય પાલ મહાસભાના ગુજરાતમાંથી રાષ્ટ્રીય હોદ્દેદારો

ખેમરાજભાઈ દેસાઈ (ઉપાધ્યક્ષ) -98250 49485
ગોવિંદભાઈ રબારી (ઉપાધ્યક્ષ) -98258 94309
મફાભાઈ ડાભી (રાષ્ટ્રીય સંગઠન મંત્રી) -98250 34864
હરગોવિંદભાઈ વિશોળ (રાષ્ટ્રીય મંત્રી) -98251 73183
મહેન્દ્રભાઈ - ચાણસ્મા (રાષ્ટ્રીય મંત્રી) -98250 89705
કાનજીભાઈ - કડા (રાષ્ટ્રીય મંત્રી) -98250 69583
છગનભાઈ ભરવાડ - વડોદરા (રાષ્ટ્રીય મંત્રી) -98258 02273
અજુઁનભાઈ ડાંગર - સુરેન્દ્રનગર (રાષ્ટ્રીય કારોબારી સભ્ય) -98253 85020
અમૃતભાઈ - ગોપાલ ગાથા (રાષ્ટ્રીય કારોબારી સભ્ય) -85116 58769
અશોકભાઈ બધેલ - અમદાવાદ (રાષ્ટ્રીય સચિવ) -99244 81331
ભરતભાઈ ભરવાડ - ભાવનગર (સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી) -94264 64550

 

સરકારી ઈજનેરી અથવા મેડીકલમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાથીઁઓ જોગ

       રબારી સમાજના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માં 60% ઉપરાંત માકઁસ મેળવેલ હોય અને સરકારી ઈજનેરી અથવા મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ તેમજ બી.ઈ. (એમ.બી.બી.એસ.) ના પ્રથમ સેમેસ્ટર પાસ કરનાર અને જેના વાલીની માસિક આવક રૂ.10,000 કરતાં ઓછી હોય તેવા જરૂરિયાતમંદને ઉચ્ચ અભ્યાસ પુણઁ કરવા માટે જરૂરી આથિઁક સહાય શિષ્યવૃતિ મુંબઈ સ્થિત રબારી સમાજના સદગૃહસ્થ તરફથી આપવામાં આવનાર છે. વધુ જાણકારી માટે મો. 97092 85131, 098109 81167

પાલનપુરમાં રણછોડ પગીનો શ્રદ્ધાંજલિ કાયઁક્રમ યોજાયો

       પ્રખર રાષ્ટ્રરક્ષક રણછોડ પગી પરમાત્માને પ્યારા થઈ જતાં આ ઝિંદાદિલ અને પ્રતાપી પુરૂષને બિરદાવવા પાલનપુર ખાતે શ્રદ્ધાંજલિ કાયઁક્રમ યોજાયો હતો. માલધારી મુવમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે તા.25 જાન્યુ.ના રોજ આબેડકર ભવનમાં પ્રજાસત્તાક પવઁની પૂવઁ સંધ્યાએ યોજાયેલ આ સભામાં લાયન્સ કલબ, રોટરી કલબના હોદ્દેદારો સહિત ભાજપ અગ્રણીઓ તથા પત્રકાર મિત્રો અને વિવિધ નાગરિકોએ રબારી સમાજના આ યોદ્ધાને આખરી સલામી આપી ભાવભીની શ્રદ્ધાંજલિ અપીઁ હતી.

 

અલ્હાબાદમાં યોજાનાર કુંભનો મેળો

        શ્રી પૂજ્ય કણીરામબાપુ શ્રી વડવાળાદેવ મંદિર દૂધરેજ જણાવે છે કે, આગામી કુંભનો મેળો ગંગા-જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમે પ્રયાગ-અલ્હાબાદમાં યોજાનાર છે તેમાં તા.14/01/13 ના રોજ પ્રથમ શાહી સ્નાન છે. તા.10/02/13 બીજું શાહી સ્નાન છે. તા.14/02/13 ત્રીજુ શાહી સ્નાન છે. આ કુંભ મેળામાં મોટી સંખ્યામાં પધારનાર સેવકો માટે શ્રી વડવાળાદેવ મંદિર, દૂધરેજ દ્વારા કુંભના મેળામાં સમસ્ત રબારી સમાજ માટે ઉતારાની વ્યવસ્થા છે. રામનગર ખાલસા અલ્હાબાદ રાખવામાં આવનાર છે. આ કુંભ મેળામાં શ્રી વડવાળાદેવ મંદિર દ્વારા આઢી મહીના સુધી અન્નક્ષેત્ર ચલાવવામાં આવનાર છે.

આંતરાષ્ટ્રીય તરણેતર ના મેળામાં માલધારીઓએ બાજી મારી.

       આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પાંચાળના તરણેતર મેળામાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની જાતવાન પશુધન હરિફાઈમાં રાજકોટના વિરાભાઈ ભૂરાભાઈ રબારીના પશુએ શ્રેષ્ઠતા પૂરવાર કરી દ્રિતીય સ્થાન સાથે રૂ.8,000 નો અને વિક્રમભાઈ લધુભાઈ રબારીએ તૃતીય સ્થાન સાથે રૂ.5,000 નો રાજ્ય સરકારનો ખાસ જાતવાન પશુધન પુરસ્કાર મેળવ્યો છે. તરણેતરની 'લાકડી સમણવાની' સ્પર્ધામાં માલધારી કાનાભાઈ દેવુભાઈ ભરવાડે રાજ્યમાં પ્રથમ ક્રમે આવીને 'સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત' નું ખાસ ઈનામ મેળવેલ છે.

ઝાલાવાડની માલધારી રાસ મંડળી ઈંગ્લેડને રાસ રમાડશે.

        રાસ ની કલામાં ગુજરાતમાં શિરમોર ગણાતી સુરેન્દ્રનગર ની શક્તિપરા માલધારી રાસ મંડળીની હાલમાં જ ઈંગ્લેડના 'વોઈસ ઓફી ઈન્ડીયા' પ્રોગ્રામમાં પરફોર્મન્સ આપવા પસંદગી થઈ છે. આ મંડળી ની હમણાજ 'એર ઈન્ડીયા' ના પ્રોગ્રામમાં પણ પસંદગી કરવામાં આવેલ. ઝાલાવાડની ખમીરવંતી ધરતીની માલધારી રાસ મંડળીઓ માત્ર જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્ર માં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત બની છે.

સેવામૂર્તિ નાગજીભાઈ દેસાઈ ના પૌત્રી એ M.B.B.S.ની ગૌરવપૂર્ણ ડીગ્રી મેળવી.

        ગુજરાતના પ્રખર કેળવણિકાર અને ઝાલાવાડના સેવામૂર્તિ અને ઋષિ તુલ્ય ગણાતા શ્રી નાગજીભાઈ દેસાઈ અને શાંતાતાઈ દેસાઈ ના પૌત્રી અને ડો.નિખિલેશભાઈ દેસાઈની પુત્રી ચિ.સોનમબેને તબીબી અભ્યાસક્રમમાં M.B.B.S.ની ગૌરવપૂર્ણ ડીગ્રી મેળવીને સમસ્ત રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે. કુ.સોનમબેન હજુ પણ ઉચ્ચ મેડીકલક્ષેત્રમાં અભ્યાસ કરી 'સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર' બનનાર છે. અભિનંદન...

 

         સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ(બક્ષીપંચ)ના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની લોન તેમજ કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે લોન

           સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ કે જેઓએ જે તે સ્નાતક કક્ષાની વિદ્યાશાખામાં વિષેશ યોગ્યતા મેળવેલ હોય કે અદ્વિતીય ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે વાર્ષિક ૪ ટકા વ્યાજના દરે રૂ.૧૦ લાખની લોન અને કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે રૂ.૧૫ લાખની લોન આપવાની યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પોતાના જીલ્લામાં આવેલ જીલ્લા નાયબ નિયામક (વિ.જા.)/જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ની કચેરી તેમજ નિયામક વિકસીત જાતિ કલ્યાણ ગાંધીનગરની કચેરીએથી આ અંગેનું અરજીફોર્મ મેંળવી જરૂરી આધાર પુરાવાઓ સાથે વિદેશ અભ્યાસ અર્થે જતાં પૂર્વે બે નકલમાં અરજી નીચેના સરનામે મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુમાં આ બંને યોજનાઓની વધુ જાણકારી માટે જે-તે જીલ્લા કચેરીના તેમજ નીચે જણાવેલ કચેરીનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. અરજી મોકલવાનું સરનામુઃ-

નિયામક, વિકસીત જાતિ કલ્યાણ ખાતુ,
ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
 

        પાંચ - પાંચ રબારીઓએ કોર્પોરેટ તરીકે વિજેતા બની રબારીઓના રાજકીય પાસાઓમાં નવો કીર્તીમાન સ્થાપ્યો

         વિધાનસભાની ચૂંટણીને પણ ટક્કર મારે તેવા અત્યંત રસાકસી સાથેના સટોસટના માહોલ વચ્ચે યોજાયેલ જૂનાગઢ મહાનગર પાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) ની ચૂંટણીમાં પાંચ-પાંચ રબારીઓએ કોર્પોરેટ તરીકે વિજેતા બની રબારીઓના રાજકીય પાસાઓમાં નવો કીર્તીમાન સ્થાપ્યો છે. તે પૈકી વોર્ડ નં- માં B.S.P. ના શ્રી માંડાભાઈ અરજણભાઈ હુણ નો, વોર્ડ નં-9 માં ભાજપના શ્રી કરમણભાઈ પૂંજાભાઈ કટારા નો, વોર્ડ નં-15 માં કોંગ્રેસના શ્રી ભગાભાઈ નાથાભાઈ રાડાનો , વોર્ડ નં-16 માં કોંગ્રેસના શ્રી નારણભાઈ કાનાભાઈ રાડાનો, તથા વોર્ડ નં-1 માં કોંગ્રેસના શ્રી ગજુભાઈ બઢ (પરમાર) નો ઝળહળતો વિજય થયો છે.

         આમાંથી શ્રી ભગાભાઈ રાડાની કોર્પોરેશનની સૌથી મહત્વપૂર્ણ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે તથા પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી કરમણભાઈ કટારાની વિરોધપક્ષના દંડક તરીકે સર્વાનુમતે વરણી થઈ છે.

મામરો કલાના આરાધક દ્વારકાના શ્રી કારાભાઈ મોરી

     દ્વારકાના વતની શ્રી કારાભાઈ મોરી ઓછું ભણેલા હોઈને છુટક મજૂરીકામ કરીને પોતાના પરિવારનો નિર્વાહ કરે છે. છતાં તેમને ગોપસંસ્કૃતિ અને પ્રતિકાત્મક ચિત્રકામનો ઘણોજ શોખ છે. તેમની આ કલા કલાપ્રદર્શનોથી માંડીને ઉદ્યોગગૃહો સુધી પહોંચી છે. તાજેતરમાં આ કલાકારનું ગુરગટ ખાતે કાંકરેજના ધારાસભ્યશ્રી બાબુભાઈ દેસાઈના વરદ હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી કારાભાઈ તેમની 'મામરો' કલાદ્વારા ઘરની દીવાલો ઉપર કૃષ્ણ જીવનના સુંદર પ્રસંગોનું આલેખન કરે છે.

     કારાભાઈની કલા જોવા પહોંચતા કેટલાક મહાનુભાવો તેમજ કારાભાઈને પ્રસ્તૂતિ કરી હોય તેવા દેશ-વિદેશના ઘણાં લોકોના હકારાત્મક પ્રતિભાવો મળતા રહે છે. હૈદ્રાબાદના વી.કાનન, ચેન્નઈના મીરૂગીશન, સિકન્દ્રાબાદના સુલોચનાબેન, શ્રીનિવાસન, અંબાણી પરિવાર, ધારાસભ્યો, પદાધિકારીઓની પ્રશંસાત્મક નોંધ એક નોટબૂકમાં કારાભાઈએ કરાવી છે. કલાના કસબી અને માલધારી પરિવારનો આ યુવાન આજે પણ છુટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. આ કલાને તેમણે વ્યવસાય નહીં પણ પુજા માની છે.

     ફૂલછાબ દ્વારા કેળવણીકાર "પૂ. ભાઈ-તાઈ" ની સેવાકીય પ્રવૃતિઓની ફોટો-સ્ટોરી પ્રગટ કરી

     સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગૌરવશાળી અને માતબર દૈનિક ફૂલછાબ દ્વારા તાજેતરમાં રબારી સમાજની સુપ્રસિધ્ધ કેળવણીકાર બેલડી સુરેન્દ્રનગરના "પૂ. ભાઈ-તાઈ" ની સેવાકીય પ્રવૃતિઓ વિશે ફોટો-સ્ટોરી પ્રગટ કરવામાં આવેલ. તેમાં તેમની ૪૯ વર્ષની દીર્ધ સેવાકીય પ્રવૃતિઓનું ગૌરવ કરી બિરદાવેલ છે. તેમના હાથ નીચે ભણી ગયેલ હજારો વિદ્યાર્થીઓ માંથી ઘણા ક્લાસ વન અધિકારીઓ પણ થયા છે. પૂ. ભાઈ-તાઈ દ્વારા અનેક અનાથ બાળકોને તેમની સંસ્થામાં બાળમંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરાવી નોકરી-રોજગારી અપાવી શિક્ષિત કન્યાઓ સાથે લગ્ન પણ લેવડાવી આત્મ સન્માનથી જીવતા કર્યા છે.

રમત ગમત ક્ષેત્રે માલધારી સમાજ

     તાજેતરમાં ઓલ ઇન્ડિયા સેકોકાઈ કરાટે ચેમ્પિયનશીપ નવી દિલ્હી ખાતે યોજાયેલ, તેમાં જૂનાગઢ જિલ્લાના વેરાવળ શહેરની આદિત્ય બિરલા પબ્લીક સ્કુલના સુનીલકુમાર ચોપડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉત્તર પ્રદેશમાં તાજમહેલની ભૂમિ આગ્રા ખાતે યોજાયેલ આવી જ કરાટે ચેમ્પિયનશીપમાં સુરેન્દ્રનગરના શ્રી કૌશિકકુમાર મર્યાએ ગોલ્ડ મેડલ મેળવી રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે. વડોદરા ખાતેની આવી જ ઓલ ઈન્ડિયા લેવલની કરાટે સ્પર્ધામાં ગુજરાતના ૮ અને ભારતભરના ૪૦૦ કરાટે બાજોમાં સિનિયર બ્લેક બેલ્ટ વિભાગમાં મયુરકુમાર ગોલતરે ગોલ્ડ મેડલ મેળવી ઝાલાવાડ પંથક અને સમસ્ત માલધારી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

ગામે ગામ રબારી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન થયા

     આગામી સમયમાં સમાજમાં શિક્ષણક્ષેત્રે જાગૃતી આવે અને ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં બાળકો પ્રગતિનાં શિખરો સર કરે તેવા આશય થી ગામે ગામ રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાઈ ગયા.

સુરેન્દ્રનગર રબારી સમાજ તા.૨.૮.૨૦૦૯
વડવાળા સંસ્કાર ધામ છાત્રાલય રાધનપુર તા.૧૨.૭.૨૦૦૯
રબારી સમાજ બોર્ડિગ થરા તા.કાંકરેજ તા.૧૨.૭.૨૦૦૯
દેવ દરબાર રામેશ્વર આશ્રમ મુ.ગંભીરપુરા તા.ઈડર તા.૨૮.૬.૨૦૦૯
કડી ગોપાલક વિકાસ મંડળ તા.૨૧.૬.૨૦૦૯

      તદઉપરાંત વિનય મંદિર મુ.ડારી તા.વેરાવળ, બારડોલી પ્રદેશ રબારી સમાજ, પાદરા તાલુકા રબારી સમાજ વગેરે ગામો માં પણ ઇનામ વિતરણ સમારંભ યોજાઈ ગયો.

"કોમ્પ્યુટર સાયન્સ" માં Ph.D ની ડીગ્રી મેળવતા હર્ષદભાઈ ભાડકા

      સુરેન્દ્રનગરની સી.યુ.શાહ એન્જિનિયરીંગ કોલેજના લેક્ચરર શ્રી હર્ષદભાઈ પી.ભાડકાએ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી માંથી ડો.એન.એન.જાની ની ગાઈડશીપમાં "કોમ્પ્યુટર સાયન્સ" માં Ph.D. ની ડીગ્રી મેળવી સમસ્ત રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

 
પાછલા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો...