|
|
|
સુરેન્દ્રનગરના આંગણે સમસ્ત
રબારી સમાજ આયોજિત બીજો
સમૂહ લગ્નોત્સવ દેશળ ભગત
વાવ,
રબારી નેશ ખાતે તા.
૯-૩-૨૦૦૮ ને ફાગણ સુદ-ર ને રવિવારના રોજ યોજાઈ ગયો. જેમા ૭૧ નવદંપતીઓએ
પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
|
|
સમારંભની શરૂઆતમાં વ્યવસ્થાપક સમિતીના ઘનશ્યામભાઈ સાવધરીયાએ સ્વાગત
પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. અને મેરૂભાઈ ટમાલીયાએ આ દ્વિતિય
સમૂહલગ્નોત્સવની વિગતવાર માહિતીથી સૌને વાકેફ કર્યા હતા. જ્યારે વિવિધ
વક્તાઓએ પોતાનાં પ્રાસંગિક પ્રવચનોમાં કહ્યુ હતું કે આ સમાજ સંગઠિત બને,
સુશિક્ષિત બને અને બેટી બચાવો આંદોલન દ્વારા દિકરીઓનુ જતન કરે. આ જિલ્લામાં
પશુપાલન ઉદ્યોગ માટે સક્રીય પ્રયત્નો કરવામાં આવે. સમાજ સામાજિક સુધારાઓની
દિશામાં આગળ વધે અને વ્યસનોમાંથી મુક્ત થાય એ જરૂરી છે. તેવુ ભારપૂર્વક
જણાવવામાં આવ્યુ હતું. |
|
સુરેન્દ્રનગર જિલ્લાના રબારી સમાજના આગેવાનોની એવી લાગણી હતી કે
સુરેન્દ્રનગર શહેરમાં જ "રબારી સમાજવાડી" નું સત્વરે નિર્માણ થાય એ
ભાવનાનો પડઘો પાડતાં પૂ.મહંતશ્રી કનીરામદાસજી મહારાજે સમારંભમાં ઉપસ્થિત
રહેલાં સૌ રબારી ભાઈઓ સમક્ષ સમાજવાડી માટે ટેલ નાંખી અને એના
પ્રત્યુતરમાંજ ૨૦ મિનિટમાં રૂપિયા ૨૦ લાખની રકમ એકઠી થઈ, ગઈ હવે સૌની
લાગણી છે કે આગામી તૃતીય સમૂહલગ્નોત્સવ રબારી સમાજવાડીની જમીન-પ્લોટ ઉપરજ
યોજાશે. |
|
હજારો જ્ઞાતિબંધુઓ, પૂ.મહંતો, સંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં શ્રી
વડવાળા દેવમંદિર દૂધરેજના પ્રખર કથાકાર રામાયણી શ્રી પ્રમદાસબાપુને તેમની
વિદ્વતાને ધ્યાનમાં લઈને સમગ્ર સમાજ તરફથી તેમને પંડીતની પદવી આપીને
સન્માનવામાં આવ્યા હતાં. |
|
તા.૮.૩.૦૮ ના રોજ રાત્રે પ્રફુલ દવે નો દાંડીયા-રાસનો પ્રોગ્રામ રાખેલ
જેમા લોકો મન મૂકીને સવાર સુધી નાચ્યા હતા. |
|
|
|
|
 |
|
 |
|
 |
|
 |
|
 |
|
 |
|
 |
|
 |
|
|
અહેવાલઃ- હર્ષદ ભાડકા,
સુરેશ બાર |