|
|
|
|
|
તા.૨૨/૭/૨૦૦૭ ના રોજ બપોરે બે કલાકે સુરેન્દ્રનગરમાં આવેલા રંભાબેન ટાઉન
હોલમાં સુરેન્દ્રનગર જીલ્લાનાં રબારી સમાજના તેજસ્વી તારલાઓ સમાં ચાલુ
સાલે ધો.૧૦ અને ધો.૧૨ માં ઉચ્ચગુણ મેળવીને ઉત્તીર્ણ થયેલા
પ્રતિભા સંપન્ન વિધ્યાર્થીઓને
ઇનામ આપીને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો. |
|
 |
|
|
 |
|
દિપ પ્રાગટ્ય.
ડાબેથી ડો.જી.ડી.કાનાણી સાહેબ (જિલ્લા
શિક્ષણાધિકારી), માન.શ્રી આઈ.કે.જાડેજા સાહેબ(મંત્રી શ્રી શહેરી
વિકાસ,ગુજરાત રાજ્ય), સર્વશ્રી પ.પૂ.ધ.ધૂ.મહંતશ્રી કનીરામદાસજી
મહારાજ(વડવાળા મંદીર-દૂધરેજ), મહેશભાઈ સાવધરીયા (એમ.ડી.કાંકરીયા-મણીનગર
નાગરીક સ.બેંક)
|
|
 |
|
ડાબે થી મંત્રી શ્રી આઈ.કે.જાડેજા સાહેબ,
પ.પૂ.કનીરામબાપૂ, મહેશભાઈ સાવધરીયા, ઘનશ્યામભાઈ સાવધરીયા (પ્રમુખ,
અ.ભા.પાલ મહાસભા,સુરેન્દ્રનગર), શ્રી વડવાળા સોશ્યલ ટ્રષ્ટના પ્રમુખ શ્રી
અરવીંદભાઈ દેસાઈ, ડો.મેરુભાઈ ટમાલીયા પાછળ કથાકાર પૂ.પ્રેમદાસજી મહારાજ (દૂધરેજ),
માલાભાઈ નાંગહ (ચેરમેન, સુ.નગર દૂધ ડેરી) |
| |
 |
ગોવિંદભાઈ રબારી
(તંત્રીશ્રી 'ગોપાલબંધુ')
"શિક્ષણરથ" અંગે વિગતે માહિતી આપીને સૌ તેમાં સહકાર આપશે તેવી આશા વ્યક્ત
કરી હતી.
|
| |
 |
કથાકાર
પ્રેમદાસ મહારાજ
(વડવાળા મંદિર,દૂધરેજ)
બોર્ડમાં છઠ્ઠા નંબરે ઉત્તીર્ણ થયેલા રાજુભાઈ ભગવાનભાઈ દેસાઈનું ઉદાહરણ
આપીને સમાજનાં તમામ બાળકો શિક્ષણમાં તેજસ્વી બને એવા આશીર્વાદ આપ્યા હતા.
|
| |
 |
મંત્રી
શ્રી આઈ.કે.જાડેજા સાહેબ
શહેરી વિકાસ-ગુજરાત રાજ્ય
રબારી સમાજની 'કોઠાસૂઝ' વગેરે શક્તિઓને બિરદાવીને આ સમાજ શિક્ષણ તરફ અને
ખાસ કરીને કન્યા કેળવણીમાં ખૂબ રસ લેતો થાય તેવી શીખ આપી હતી.
|
| |
 |
પ.પૂ.ધ.ધૂ.મહંતશ્રી
કનીરામદાસજી મહારાજ
- વડવાળા મંદીર-દૂધરેજ
પ્રમુખ સ્થાનેથી બોલતાં પૂ.બાપૂ એ આ સમાજમાંથી વ્યસનો દૂર થાય, કુસંપ અને
ઇર્ષામાંથી સમાજ મુકત બને અને કન્યા વિક્રય સદંતર બંધ કરે તેવી આશા
વ્યક્ત કરી હતી. અને આ બધુ શિક્ષણ આવતાંની સાથેજ બંધ થઈ જશે એમ કહીને
તેમણે 'શિક્ષણ' નું મહત્વ પણ સમજાવ્યુ હતું.
|
| |
 |
|
ઇનામ વિતરણ-મહેશભાઈ સાવધરીયા-
એમ.ડી, કાંકરીયા-મણીનગર સ.બેંક, અમદાવાદ |
| |
 |
ડો.મેરૂભાઈ
ટમાલીયા (સદસ્ય-ગુજરાત માધ્યમિક
શિક્ષણ બોર્ડ,
આચાર્યશ્રી-સરસ્વતી વિધ્યાલય, સુરેન્દ્રનગર)
પ્રસંગ પરિચય આપીને શ્રી વડવાળા સોશ્યલ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓનો
ખ્યાલ આપ્યો હતો અને આ સમાજના સર્વાગી વિકાસ માટે 'શિક્ષણ' એજ જડીબુટ્ટી
સમાજ છે એમ તેમણે જણાવ્યુ હતું. |
| |
 |
|
ઇનામ વિતરણ-ઘનશ્યામભાઈ
સાવધરીયા |
| |
 |
|
ઇનામ વિતરણ-
જે.બી.કરમેરા ઉર્ફે જગા દાદા (એડવોકેટ,રીટાયર્ડ
સેલ્સ ટેક્ષ ઓફીસર) |
| |
 |
|
ઇનામ વિતરણ-
ચંન્દૂભાઈ જીડ (મેનેજર,સુરેન્દ્રનગર-ભાવનગર
ગ્રામિણ બેંક) |
| |
 |
|
ઇનામ વિતરણ-ભરતભાઈ પઢેરીયા-ચેરમેન,વોટર વર્કસ સુ.નગર મ્યુ. |
| |
 |
|
સુરેન્દ્રનગર શહેર અને જીલ્લામાંથી ખૂબજ મોટી સંખ્યામાં
જ્ઞાતિનાં ભાઈ બહેનોએ હાજરી આપીને શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. |
| |
 |
|
ખીચોખીચ ભરાયેલો
સુરેન્દ્રનગરનો રંભાબેન ટાઊન હોલ. |
|
|
આભાર દર્શન કરતાં શ્રી ઘનશ્યામભાઈ સાવધરીયાએ કહ્યુ હતું
કે આ સમાજે હવે સંગઠીત થઈને અન્ય સમાજો સાથે કદમ મિલાવવા માટે તત્પર રહેવું
પડશે.
સમારંભનું સફળ સંચાલન પ્રો.મુકેશભાઈ કલોત્રાએ કર્યુ હતું. |
|
|
|
TOP |
|
|
|
|
|
|
|