રબારી સમાજની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓ નો પરીચય

 

 જે.બી.કરમેરા

ડો.મેરુભાઈ યુ. ટમાલીયા
વજા ભગત
ગોવિંદભાઈ સેંધાભાઈ રબારી
રત્નાકર નાંગર

 
j b karmera
જે.બી.કરમેરા
એડવોકેટ (રીટાયર્ડ. સેલ્સ ટેક્ષ ઓફીસર)
{વડવાળા ડોટ કોમ ના પ્રેરણાદાતા}
પુરુ નામ જગજીવનભાઈ ભગવાનભાઈ ટરમટા (કરમેરા)
સરનામું ૨૨, કસ્તુરબા સોસાયટી, સુરેન્દ્રનગર પીન-363001
કોન્ટેક્ટ નંબર મો. ૯૪૨૮૨૯૧૭૧૮
જન્મ તા ૦૨/૦૩/૧૯૪૩
જ્ઞાતિ હિન્દુ, રબારી (પંચાળીયા)
મુળ વતન મુ.ટીકર, તા. મુળી, જી.સુરેન્દ્રનગર.
અભ્યાસ બી.કોમ. એલ.એલ.બી.

 
m u tamaliya
ડો.મેરૂભાઈ ઉકાભાઈ ટમાલીયા
સરનામું ૭૦, મિત્રમંડળ સોસાયટી, મેડીકલ કોલેજ સામે, સુરેન્દ્રનગર  પીન-363001
કોન્ટેક્ટ નંબર (૦૨૭૫૨) ૨૩૨૬૨૭  મો.૯૮૭૯૫ ૨૭૨૨૨
જન્મ તા ૧૨/૧૦/૧૯૫૧
જ્ઞાતિ હિન્દુ, રબારી (ઝાલાવાડી)
મુળ વતન મુ.ખોડુ, તા. વઢવાણ, જી.સુરેન્દ્રનગર.
અભ્યાસ બી.એ., બી.એડ., એમ.એ., એમ.એડ, પીએચ.ડી. (એજ્યુકેશન)
નોકરી પ્રિન્સીપાલ, શ્રી વડવાળાદેવ સરસ્વતી વિધ્યાલય, દુધરેજ રોડ, સુરેન્દ્રનગર

વિશિષ્ટ બાબતો

વિશિષ્ટ કામગીર મંત્રી, ગુજરાત રાજ્ય શાળા સંચાલન મંડળ, ગુજરાત
પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા શાળા સંચાલન મંડળ, સુરેન્દ્રનગર
મંત્રી, માતૃશ્રી પ્રેમકુંવરબા કિશોરસિંહ શૈક્ષણિક તથા સામાજીક ટ્રષ્ટ, સુરેન્દ્રનગર
તજજ્ઞ, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોનો શિક્ષણમાં ગુણવત્તા સુધારણાના તાલીમ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે સેવા આપેલ છે.
સંચાલન શ્રી વડવાળા શૈક્ષણિક તથા ગૌશાળા ટ્રસ્ટ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામે નીચે દર્શાવેલ વિભાગો ચલાવે છે.
(૧) શ્રીમતી એસ.એસ. સંઘવી વિધ્યાલય માધ્યમિક શાળા (સને ૧૯૮૯)
(૨) સી.એસ.સંઘવી બક્ષીપંચ કુમાર છાત્રાલય, (સને ૧૯૯૬)
(૩) શ્રીમતી એસ.એસ. સંઘવી મહિલા પી.ટી.સી. કોલેજ (સને ૨૦૦૨)
(૪) શ્રીમતી એસ.એસ. સંઘવી મહિલા પી.ટી.સી. છાત્રાલય (સને ૨૦૦૨)
 
 
vaja bhagat
વજા ભગત
 

          "જનસેવા એજ પ્રભુસેવા" માની સુરેન્દ્રનગરના કોઠારીયા ગામે છેલ્લા ત્રીસ વર્ષથી ધૂણી ધખાવી ને બેઠેલા વજાભાઈ રાજાભાઈ ખટાણા ને લોકો "વજા ભગત" થી ઓળખે છે.

            શરુઆતમાં ત્રણેક વર્ષ જાતે રોટલા ઘડીને વહેચ્યા પછી ગામમાં ઓરડી ભાડે રાખી છ વર્ષ આ પ્રવૃતિ ચલાવી સેવાનું આ નાનકડું બીજ આજે ત્રીસ વર્ષ પછી ધેધુર વડલો બની 'શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ' થઈ પાંગર્યુ છે.

           વજા ભગતે એકલા હાથે કરેલું આ સત્કાર્ય આજે સંસ્થાનું રૂપ લઈ આ સંસ્થા દ્વારા રોજ વહેલી સવારે ચાર વાગ્યેથી અસંખ્ય બહેનો આશરે ૩૦ થી ૩૫ મણ લોટમાંથી રોટલા તૈયાર કરે છે. જે આજુબાજુના અન્ય ગામમાં જરૂરિયાતવાળા સાધુ સંતો, અપંગ વૃધ્ધ, અંધ ભુખ્યા ને રિક્ષા છકડા કે સાયકલ દ્વારા પહોંચડી નાત જાતના ભેદભાવ વગર જમાડવામાં આવે છે. જરૂરિયાતવાળા ને અનાજનું પણ વિતરણ થાય છે.

          આ સંસ્થાની ગૌશાળામાં સંખ્યાબંધ ગાયો છે. તેમા માંદા પશુ, ખાંડાઢોર, રખડતા નધણિયાતાં ઢોરનો પણ નિભાવ થઈ રહ્યો છે.

          ગૌશાળામાં દુઝણા ઢોરના દુધનું વિતરણ સુરેન્દ્રનગર,વઢવાણની સંસ્થાઓ સી.યુ.શાહ ટીબી હોસ્પિટલના દર્દીઓ , બહેરા મુંગા તથા અંધ-અપંગ વિધ્યાલયના વિધ્યાર્થીઓ, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, રિમાન્ડ હોમના બાળકો વગેરે ને વિના મુલ્યે કરવામાં આવે છે.

           આ ઉપરાંત સંસ્થા તરફથી જુવાર ચબુતરે પારેવાને ચણ, કુતરા, મકોડ અને ખીસકોલી ને રોટલાનો ભુક્કો અને ગોળ, ચોખ્ખનો લોટ અને ખાંડ માં ગાયનું ઘી ભેળવી કીડીયારુ પુરવુ, ઉનાળામાં નાના જીવો માટે વગડામાં કુંડામાં કે ઝાડની ડાળીયે પાણીની પરબ ભરવી વગેરે પ્રવૃતિ કરવામાં આવે છે.

          આ ઉપરાંત સંસ્થા તરફથી જુવાર ચબુતરે પારેવાને ચણ, કુતરા, મકોડ અને ખીસકોલી ને રોટલાનો ભુક્કો અને ગોળ, ચોખ્ખનો લોટ અને ખાંડ માં ગાયનું ઘી ભેળવી કીડીયારુ પુરવુ, ઉનાળામાં નાના જીવો માટે વગડામાં કુંડામાં કે ઝાડની ડાળીયે પાણીની પરબ ભરવી વગેરે પ્રવૃતિ કરવામાં આવે છે.

         આવા અલખના આરાધકનું જીવદયાનું કાર્ય જોઈ માર્ચ-૨૦૦૩ માં રાષ્ટ્રીય સંત મોરારી બાપુ એ ગૌમાતાના લાભાર્થે રામકથા અને રાજસૂય યજ્ઞ કોઠારિયા આશ્રમે કરેલ છે.

રબારી સમાજની અસ્મિતાને ઉજાગર કરનાર આવી પ્રતિભા ને લાખ લાખ વંદન

શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ
કોઠારિયા
(૫ કિ.મી. સુરેન્દ્રનગર-વિરમગામ રોડ)
ફોનઃ- (૦૨૭૫૨)૨૭૭૫૬૫

 

 

govindbhai rabari

ગોવિંદભાઈ સેંધાભાઈ રબારી

જન્મ સ્થળ (વતન)
મુ.અમૂઢ તા.ઊંઝા, જિ.મહેસાણા
જન્મ તા
૦૧/૦૩/૧૯૩૯
કાયમી નિવાસ સ્થાન
શાંતા ભવન, ૩,ગોપાલનગર, ગાયત્રી મંદિર સામે, વીસનગર રોડ, મુ.પો.મહેસાણા-૧
કોન્ટેક્ટ નંબર
(૦૨૭૬૨)૨૨૩૩૯૪ મો.૯૮૨૫૮૯૪૩૦૯
શૈક્ષણિક લાયકાત
એમ..એ. (બીજો વર્ગ)
બી.એડ. (બીજો વર્ગ)
એલ.એલ.બી.(એડવોકેટ)
અનુભવ
માધ્યમિક શાળામાં કુલ ૨૨ વર્ષનો અધ્યાપન કાર્યનો અનુભવ.ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક અને સુપરવાઈઝર તરીકે કુલ ૧૮ વર્ષનો અધ્યાપન કાર્યનો અનુભવ, આમ કુલ ૪૦ વર્ષનો અધ્યાપન કાર્યનો અનુભવ.
સામાજિક ક્ષેત્રે કરેલું પ્રદાન
સને ૧૯૭૧ થી આજ દિવસ સુધી સમગ્ર માલધારી-ગોપાલક સમાજના સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય વિકાસ અને જાગૃતિ માટે હું "ગોપાલબંધુ" નામનું માસિક નિયમિત ચલાવું છું. હું તેનો તંત્રી-માલિક અને મુદ્રક છું.
હું છેલ્લા ૨૫ વર્ષથી અખિલ ભારતિય રબારી-રાયકા સમાજ મહાસભા (દિલ્હી) ના અધ્યક્ષ તરીકે સેવાઓ આપું છું.
પ્રમુખઃ- શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ, મહેસાણા
ઉપપ્રમુખઃ- ગુજરાત ગોપાલક સમાજ સેવા ટ્રસ્ટ, મુ.મહેસાણા
ટ્રસ્ટીઃ- અખિલ ભારતીય રબારી-રાયકા-દેવાસી સમાજ સેવા સંસ્થાન મુ.હરિદ્વાર (ઉત્તરાંચલ)
સન્માનિત સભ્ય (હાઈકમાન્ડ) ;- અખિલ ભારતીય કુરુવંશી કુરુબા, ધનગર, ગડરિયા, ભરવાડ અને રબારી મહાસંઘ-અલ્હાબાદ
ટ્રસ્ટીઃ- શ્રી રામેશ્વરદેવ દરબાર આશ્રમ સેવા ટ્રસ્ટ મુ.ગંભીરપુરા, તા.ઈડર, જિ.સાબરકાંઠા
ટ્રસ્ટીઃ- મહેસાણા જિલ્લા મૂંગા પ્રાણીઓ ઉપર થતા અત્યાચાર નિવારણ ટ્રસ્ટ, મહેસાણા
રાષ્ટ્રીય અધ્યક્ષઃ- અખિલ ભારતિય પાલ મહાસભા

રાજકીય કારકિર્દી
હું મોટેભાગે રાજકીય પક્ષોની પ્રવૃતિઓથી અલિપ્ત રહેલો છું. પણ આઝાદીનાં ૫૦ વર્ષો પછી પણ માલધારીઓ અને અન્ય પછાત વર્ગોના ઘણા પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે. તે પ્રશ્નો સત્વરે ઉકેલવાની લાગણી અને ભાવના મેં ભાજપ માં જોઈ એટલે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત પ્રદેશ માલધારી સેલ ભાજપ અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમના કાર્યકરો સાથે રહીને સતત ભાજપ નું સંગઠન વધુને વધુ મજબુ બને તેવા પ્રયત્નો કરૂં છું. હું મારી જાતને આજે ભાજપ નો એક અદનો કાર્યકર ગણું છું.
સાહિત્ય ક્ષેત્રે
મેં અખંડ આનંદ, નવચેતન, પથિક, બાલજીવન, ઉર્મિનવરચના, રંગતરંગ, ધરતી જેવા વિવિધ સામયિકોમાં વિવિધ પ્રકારનાં લખાણો લખ્યા છે.
મે અલંકાર પરિચય, ઉપવાસ દ્વારા આરોગ્ય અને કલ્યાણ ગ્રંથ જેવાં પુસ્તકોનું લેખન અને પ્રકાશન પણ કર્યુ છે.
 

 

રત્નાકર નાંગર

પુરુ નામ રત્નાભાઈ બીજલભાઈ નાંગર
પત્ર વ્યવહાર પો.બો.નં-૧૯ બોટાદ જી.ભાવનગર
કોન્ટેક્ટ નંબર મો. ૯૯૨૪૭ ૧૨૮૨૧
જન્મ તા ૧/૬/૧૯૭૫
જ્ઞાતિ હિન્દુ, રબારી (પંચાળીયા)
મુળ વતન મુ.થોરિયાળી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર.
વ્યવસાય પ્રાથમિક શિક્ષક,
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,
બોટાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ
જીઃ-ભાવનગર
વિષેશ પ્રવૃતિ બાળ સાહિત્ય ક્ષેત્રે તથા કટાર લેખન ક્ષેત્રે સક્રિય
પુસ્તક છમ્મ છમા છમ્મ (બાળ કાવ્ય સંગ્રહ)
કાનાને વ્હાલુ ઘમ્મર વલોણુ (બાળ કાવ્ય સંગ્રહ)
કોલમ લેખન અખીલ ભારતીય માલધારી સમાજના સામયિકો માં
૧)"ઘમ્મર વલોણું" (ગોપાલ ગાથા)
૨)"સમાચાર દર્શન" (ગોપાલ બંધુ)
૩)"નાત ગંગાના નીર" (રબારી મહિમા)
૪)"વિહોતરના વાવડ" (ગૌપાલક ડોટ કોમ)
૫)"ગોપાલકની ગરીમા" (ગોપાલ દર્શન)
 શૈક્ષણિક લાયકાત પી.ટી.સી. ૧૯૯૫ મૈત્રીવિદ્યાપીઠ, સુરેન્દ્રનગર
હિન્દી કોવિદ
ઈન્ટર મિડીયેટ ડ્રોઇંગ એક્ઝામ
વિષેશ પ્રવૃતિ તેમની ૨૫૦ જેટલી સાહિત્યની વિગતો ગુજરાતના અગ્રગણ્ય દૈનિકો, પૂર્તિઓ, સાપ્તાહિકો અને પાક્ષિકો-માસિકો માં પ્રકાશિત થયેલ છે.
પ્રાથમીક શિક્ષકોની ઉનાળુ અને શિયાળુ વેકેશનમાં યોજાતી "વિષયવસ્તુ સજ્જનતા તાલીમ" માં C.R.C.. કેન્દ્ર-૪ બોટાદના વિષય નિષ્ણાત તજજ્ઞ તરીકે રાજ્ય સરકાર દ્વારા વરણી